Sunday, December 8, 2019

સ્કૂલ બિલ્ડીંગ

ધ નેશનલ સ્કૂલ,રાહ નું અત્યંત આધુનિક ટેક્નોલોજી સજ્જ બિલ્ડીંગ






Friday, November 1, 2019

સ્કૂલના નવીન બિલ્ડીંગ માટે ભૂમિપૂજન

ગઈ કાલના રોજ  લાભ પાંચમના પાવન દિવસે રાહમાં ધ નેશનલ સ્કૂલ માટે નવીન અત્યંત આધુનિક  ટેકનોલોજીથી સજ્જ બિલ્ડીંગ બનાવવા ભૂમિપૂજન કરવામાં આવેલ ,




Tuesday, October 1, 2019

ગાંધી જયંતીની ઉજવણી

આજ રોજ અમારી ધ નેશનલ સ્કૂલ,રાહમાં ગાંધી જયંતીની ઉજવણી કરવામાં આવેલ,
ભારતના રાષ્ટ્રપિતા મોહનદાસ કરમચંદ ગાંધી કે જેઓ બાપુ અથવા મહાત્મા ગાંધી નામથી પણ ઓળખાય છે, તેમનો જન્મ દિવસ દર વર્ષની ૨જી ઓક્ટોબરના દિવસે ગાંધી જયંતિ તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસને વિશ્વ અહિંસા દિવસ તરીકે પણ મનાવવામાં આવે છે. દરેક બાળક ગાંધીજીના જીવન વિશે માહિતી મેળવેલ,

Wednesday, September 4, 2019

શિક્ષક દિવસની ઊજવણી

આજે 5 સપ્ટેમ્બર ના રોજ  ભારતના પ્રથમ ઉપરાષ્ટ્રપતિ અને બીજા રાષ્ટ્રપતિ એવા ર્ડા, સર્વપલ્લી રાધાકૃષ્ણનાં જન્મદિવસ નિમિત્તે અમારી ધ નેશનલ સ્કૂલમાં શિક્ષક દિવસની ઉજવણી કરવામાં આવેલ જેમાં બાળકો પોતે  આજના દિવસ માટે ટ્રસ્ટી, આચાર્યશ્રી,  શિક્ષક  તથા  સેવક બનવામાં ભાગ લીધેલ એમને સ્કૂલમાં તમામ શેક્ષણિક કાર્ય કરેલ અને સ્ટાફમિત્રોના સાથ સહકાર થી આજ રોજ બાળકોને એક સારા શિક્ષક તરીકેની ભૂમિકા ભજવવા મળેલ, ભાગ લેનાર બાળકો અને સાથી બાળકોને પણ મજા આવી,




Saturday, August 31, 2019

શ્રુતલેખન આયોજન




તા-31/08/19
આજ રોજ ધ નેશનલ સ્કૂલ,રાહમાં  બાળકોને પોતાની માતૃભાષામાં થતી ભૂલોને સુધારવા માટે તેમજ જોડણીમાં રહેતી કચાશ દૂર કરવા માટે     ધોરણ 2 થી તમામ બાળકો જોડે શ્રુતલેખન કરાવવામાં આવેલ જેમાં હાજર રહેલ તમામ બાળકોએ ભાગ લીધેલ,

Thursday, August 22, 2019

વાલીમીટિંગ

શાળા, શિક્ષક, વિધાર્થી,અને વાલીઓ શિક્ષણના મહત્વના પાયા ના હેતુ છે. શિક્ષણ માં આ બધાની આવશ્યકતા જરૂરી છે. આના વગર ચાલે જ નહી. વાલી શાળાની મુલાકાત લેશે તો જ શાળા વિશે શિક્ષકો વિશે પોતાના બાળકની પ્રગતિ વિશે જાણી શકે  તે હેતુસર 15.8.19ના રોજ અમારી ધ નેશનલ સ્કૂલ રાહમાં વાલીમિટિંગનું આયોજન કરવામાં આવેલ અને તેમાં વાલીમિત્રો હાજર રહેલ,

Wednesday, August 21, 2019

જન્માષ્ટમી ઉજવણી

જન્માષ્ટમી પર્વ નિમિતે યોજાયેલ મટકી ફોડ કાર્યક્રમની ઝલક

                                                        તા.21.8.19

                                                         બુધવાર

                                  ધ નેશનલ સ્કૂલ,રાહના પટાંગણમાં જન્માષ્ટમી પર્વ નિમિતે જગતપાલક ભગવાન શ્રી કૃષ્ણના જન્મોત્સવ જન્માષ્ટમી નો તહેવાર ધામધૂમથી મટકી ફોડીને ઉજવવામાં આવ્યો હતો.

                                   ભગવાન શ્રીકૃષ્ણની જન્મજયંતિ  જન્માષ્ટમી પર્વની ઉજવણી શાળામાં હર્ષોલ્લાસ અને શ્રધ્ધાભેર કરવામાં આવી હતી,  દર વર્ષે  ધ નેશનલ સ્કૂલ,ધાનેરામાં જન્માષ્ટમી પર્વ નિમિત્તે મટકી ફોડ કાર્યક્રમ યોજાય છે.તેમ આ વર્ષે અમારી નવીન સ્કૂલ રાહમાં શાળાના આચાર્યશ્રી તથા સ્ટાફગણના પ્રયાસથી તા.21 ઓગસ્ટ બુધવારના રોજ 9.૦૦ કલાકે મતકી ફોડ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ હતુ શાળાના વિદ્યાર્થીઓએ શાળાના પટાંગણમાં








મટકી બાંધી હતી.ત્યાર બાદ વિદ્યાર્થીઓએ ગોઠવાઇને મટકી સુધી પહોંચીને મટકી ફોડી હતી.શાળાનું સમગ્ર વાતાવરણ નંદ ઘેર આનંદ ભાયો જય કનૈયા લાલકી નાં નારા સાથે ગુંજી ઉઠ્યુ હતુ મટકી ફોડ કાર્યક્રમ બાદ ચોકલોટૉ પણ વહેંચવામાં આવી હતી.શાળાના આચાર્ય શ્રી જન્માષ્ટમી પર્વની શુભ કામના પાઠવી હતી.

                        શાળા પરીવારના સહયોગથી જન્માષ્ટમી પર્વની ઉજવણી ભક્તિભાવ પૂર્વક શ્રધ્ધાભેર ઉલ્લાસભેર કરવામાં આવી હતી.

Monday, August 19, 2019

માટીકામ પ્રવૃત્તિ

અમારી ધ નેશનલ સ્કૂલમાં ધોરણ -1 અને 2 ના બાળકોના હાથની આંગળીઓ દ્વારા માટી માંથી વિવિધ પ્રાણીઓ તથા ઘરવપરાશની ચીજવસ્તુના આકારો આપી નમૂના બનાવેલ


યોગ દિવસની ઉજવણી

અમારી ધ નેશનલ સ્કૂલ,રાહમાં વર્ષની પ્રથમ
 ઉજવણી યોગદિવસ ,
                     સ્વણિૅમ ભારતના  શ્રી નરેન્દ્રભાઈ મોદી ના નેતૃત્વમાં યોગ દ્વારા આખા વિશ્વને એક મંચ પર લાવવા નો પ્રયાસ છે... 21મી જુન   એટલે "યોગ દિવસ"  યોગ ભગાવે રોગ દ્વારા યોગ એ પ્રાચીન ભારતીય પરંપરા દ્વારા મળેલી એક અમૂલ્ય ભેટ છે. તેમાં મન અને શરીર, વિચાર અને કિયા, સંયમ અને પરિપૂર્ણતા વચ્ચે રહેલી એકતા છે.    


ચિત્ર સ્પર્ધા

બાળકોની હસ્તકલાના વિકાસ માટે


અમારી સ્કૂલમાં તમામ બાળકો વચ્ચે ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ જેમાં દરેક બાળક ઉત્સાહભર ભાગ લીધેલ,

Sunday, August 18, 2019

વૃક્ષારોપણ કાર્યક્રમ


અમારી ધ નેશનલ સ્કૂલ,રાહના વિશાળ કેમ્પસમાં ગયા સપ્તાહમાં વૃક્ષારોપણ કરવામાં આવેલ જેમાં આચાર્ય શ્રી તેમજ તમામ સ્ટાફગણ અને વિધાર્થીઓ સાથે મળીને  કુલ 130 વૃક્ષો વાવવામાં આવેલ અને તેની સાથે વૃક્ષોવિશે બાળકોને મહત્વ સમજાવવામાં આવેલ,

મનુષ્યને જીવવા માટે ખોરાક, પાણી અને હવા ની જરૂર હોય છે. ખોરાક અને શુધ્ધ હવા આ વૃક્ષો વિના શક્ય નથી. ફળફળાદિ , ઔષધી અને છાયડો વૃક્ષો આપે છે. તે વરસાદ લાવવામાં ખુબ જ મદદરૂપ છે. વૃક્ષો વિશે સકરાત્મક અભિગમ કેળવાય અને વૃક્ષોનો મહત્વ સમજાય તે ખુબ જ આવશ્યક છે.  ...

રક્ષાબંધનની ઉજવણી 2019

 ભાઈ અને બહેન વચ્ચેનું બંધન વિશ્વમાં બીજુ મહાન બંધન છે. આ દિવસે ભાઈઓ તેમના વચનો આપે કે તેમના સમગ્ર જીવન દરમિયાન તેમની બહેનોની કાળજી લેવા માટે અને બહેનો તેમના રક્ષણ હેઠળ સુરક્ષિત લાગે.

                     15 ઓગસ્ટ 2019ના રોજ અમારી  ધ નેશનલ પ્રાયમરી સ્કૂલમાં રક્ષાબંધનની ઉજવણીનું આયોજન કર્યું હતું .જેમાં છોકરીઓ છોકરાઓને રાખી બાંધી, અને બહેને ભાઈઓને માં મીઠું કરાવી કાર્યક્રમની પુર્ણાહુતી કરેલ .
આભાર




સ્વાતંત્ર્યદિનની ઉજવણી 2019

ભારત વષૅ માં રાષ્ટ્રીય તહેવારો 2 ઉજવાય છે.જેમાં  15 મી ઓગસ્ટ આપણા દેશ માટે ગુલામી માંથી મુકિત મેળવી સ્વતંત્ર જીવન જીવવાની તક મળી. તો આવા રાષ્ટ્રીય પવૅ ની ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે.
                              ધ નેશનલ પ્રાયમરી સ્કૂલ ,રાહ દ્વારા પણ 73 મા  સ્વાતંત્ર્ય દિન ની ઉજવણી કાયૅકમ નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમા બહોળી સંખ્યામાં લોકો જોડાયા હતા..કાયૅકમ ની શરૂઆત ભારત માતા ના નારા થી થતા આખું વાતાવરણ રંગીન બની ગયું હતું...
                                                                                                              સૌ પ્રથમ ધ્વજવંદન શાળા ના સંચાલક મંડળ તથા રાહ ગામના ઉપ સરપંચ શ્રી ચતરસિંહ વાઘેલાના અધ્યક્ષસ્થાને કરવામાં આવ્યું હતું...                           ધોરણ 01 થી 05 ની બાળાઓ દ્વારા સુંદર સ્વાગત ગીત રજુ કરવામાં આવ્યું હતું... ત્યારબાદ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શાળાના બાળકો દ્વારા કરવામાં આવેલ  દેશ ભક્તિ ડાન્સ દ્વારા ઉપસ્થિત તમામ લોકો ને આનંદિત કરી દીધા હતા.. અને તાળીઓ ના ગડગડાટ થી વાતાવરણ ગુંજી ઉઠયું હતું... Kg 1..2  ના બાળકો દ્વારા સુંદર રીતે સામાન્ય જ્ઞાન અને સામાન્ય પરીચય આપ્યો હતો...                                                                                 કાયૅકમ નું સંપૂર્ણ સંચાલન શાળા ના આચાર્ય શ્રી  દ્વારા કરવામાં આવ્યું હતું....
                               શાળા ના સંચાલક શ્રી દિનેશભાઇ સુથાર  સાહેબે પોતાના સંદેશમાં જણાવ્યું હતું કે અલગ અલગ ધમૅ ના નહી પણ એક ભારતીય બનવાની વાત કરી હતી.. અને આજે આમીૅ ના માણસો ને માન આપવાની વાત કરી હતી....
                             અને કાયૅકમ પુણૅ જાહેર કર્યો હતો....
દેશ ભકિત ના કાર્યક્રમમાં આમંત્રણ ને માન આપી પધારેલ તમામ નો શાળા પરિવાર વતી હ્દય પૂર્વક આભાર..... જય હિન્દ.